Honoring Tradition.
Celebrating Life.

Nathabhai Patel

October 17, 1928 - November 1, 2022
Holland, MI

//cdn.lifestorynet.com/obituaries/01d/141612/141612-00.jpg



Service

Thursday, November 3, 2022
11:00 AM to 2:00 PM EDT
Live Stream
Heritage Life Story Funeral Homes
Alt & Shawmut Hills Chapel
2120 Lake Michigan Dr., N.W.
Grand Rapids, MI 49504
(616) 453-8263
Driving Directions

Besanu and Lunch

Thursday, November 3, 2022
2:00 PM to 3:00 PM EDT
Heritage Life Story Funeral Homes
Alt & Shawmut Hills Chapel
2120 Lake Michigan Dr., N.W.
Grand Rapids, MI 49504
(616) 453-8263
Driving Directions

Flowers


Below is the contact information for a florist recommended by the funeral home.

Ball Park Floral
8 Valley Ave.
Grand Rapids, MI 49504
(616) 459-3409
Driving Directions
Web Site

Life Story / Obituary


Print

નાથાદાદાને ભાવભીની શ્રદ્ધાંજલિ

વિશાળ વડલાની વિશાળ વિરાસત ની માયા સંકેલી આતમ હંસલા ની પરમહંસ તરફ ઉડાન. વિશાળ વ્યક્તિત્વ,શિસ્તના આગ્રહી,અડગ અને મક્કમ મનના માનવી,નિર્ણયમાં અફળ, પુરાલ ગામ "નાથામાસ્તર"તરીકે ઓરખે અને "માસ્તર" આખા ગામને ઓળખે! તેમના પિતાશ્રી ધર્માદાદા ગામમાં આવ્યા ત્યારે ટોપલીમાં સમાય તેટલો ઘરવખરીનો સામાન,ધર્માંદાદાએ ખારી નદી ઓરંગી પ્યારી પુરાલ ને પ્યારી કરી. "માસ્તર" નાથાદાદાએ ખંત, નિષ્ઠા, પ્રામાણિકતા ના બીજનું વાવેતર કરી,ગામનું પ્રતિષ્ઠિત ગણાતું "મુખી"નું પદ મેળવ્યું ને મુખીપણું કરી જાણ્યું ને ગામમાં "નાથામાસ્તર" થી "નાથોમુખી" લોકમુખે નામ મૃત્યુપર્યંત રમતું રહ્યું. મુખી તરીકે ન્યાયપ્રિય,ચુકાદો આપે,જરૂર પડે લાલ આંખ કરે..ભારે ચહેરો..ભારે શરીર..મોટી આંખો, ગુનેગાર ને ગુનો કબૂલ કરેજ છૂટકો,ન્યાયમાં પક્ષપાત નહીં, પછી ભલે પરિવાર કે પોતાનો માનીતો હોય!! પણ ન્યાય તે ન્યાય, કોઈને અન્યાય નહીં. માસ્તર હોવાને નાતે, ગણતરી ના પાકકા, અક્ષરો તો મોતીના દાણા જેવાં!! વહીવટ તો ચોખ્ખો અને નોખો..ખેતી કરે..તો દિવેલાની..અને કહેતા ઓછા ખર્ચની ખેતી કોઈ હોય તો તે દિવેલા ની! જાતે ખોડી ફેરવે, મહેનતમાં પાછા ન પડે, પુરાલમાં રમેશ ફાર્મના પ્રણેતા, ટોર્ચ ખભે બંદૂક ની જેમ ભરાવે, મક્કમ ડગ ભરતાં ચાલે..મોઢે કહેવામાં કોઈની સાડા બારી નહીં..નિર્ભયતા...રગે રગમાં, તેમની સામે બોલવામાં કોઈની હિંમત નહીં!

નાથાદાદા ના તન નો નાશ થયો..પણ..લોકરૂદય માં "મુખી".."માસ્તર" અખંડ થયાં..રાજ શ્યામાજી ના ચરણ માં,

પરમધામ માં બિરાજી ગયા.